મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન


SHARE









મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા ટાઉનશીપ સામે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુબાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા) તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ શિવ કથા તા.4 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે અને કથાનો સમય સવારે 9 થી બપોરે 12:30 કલાક સુધીનો રહેશે.

આ કથા પૂર્વે તા.3 જાન્યુઆરીને શનિવારના રોજ બપોરે 3 કલાકે યજમાનના નિવાસસ્થાનેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ કથા દરમિયાન તા.8 ના રોજ રાત્રે 8 થી 12 કલાકે અરૂણોદયનગર, બ્લોક નં.133, મોરબી ખાતે મામાનો માંડવો યોજાશે. તા.12 જાન્યુઆરી સોમવારે કથા વિરામ થશે. અને શિવકથા અંતર્ગત સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા અનેક પાવન પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન થશે. જેના દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને શિવભક્તિનો અદભૂત અનુભવ મળશે. આ સમગ્ર આયોજન અહીંના વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા સર્વે શ્રધાળુઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News