પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ


SHARE







નવયુગ એજ્યુકેશનની વધુ એક યશ કલગી: મોરબી નવયુગના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં યુનિવર્સિટીમાંથી મેળવ્યો ગોલ્ડ મેડલ

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે યોજાયેલા 60 માં પદવીદાન સમારોહમાં નવયુગ ગ્રુપ ઓફ  કોલેજિસના સાયન્સ વિભાગની બીએસસી માઈક્રોલોજીની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16 ટકા સાથે યુનિવર્સિટી ફર્સ્ટ તથા બીએસસી ફર્સ્ટ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. 

મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મારા સપનાનું મોરબીવિષયક વક્તૃત્વ સ્પર્ધામાં 79 સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દેત્રોજા શ્લોકનું સન્માન કરવામાં આવ્યું હતું નવયુગ બીબીએ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા ફૂડ ફેસ્ટિવલ કરવામાં આવેલ હતો જેમાં ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા THE BITE CLUB  ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બીબીએ કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારની  વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી અને આ ફૂડ કાર્નિવલનું આયોજન કરી વ્યવસાયિક માર્ગદર્શન મેળવ્યું હતું  નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર તથા સંવેદનશીલ નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ છે. આ તમામ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.






Latest News