પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાંથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: કાલિકા પ્લોટમાં વરલીના આંકડા લેતા બે પકડાયા


SHARE







મોરબીમાંથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: કાલિકા પ્લોટમાં વરલીના આંકડા લેતા બે પકડાયા

મોરબીના ઇન્દિરાનગર પાસે ખોડીયાર માતાના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 ની કિંમતની ફીરકી કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીમાં ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલી દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી મળી આવી હતી જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતની ફીરકી કબ્જે કરી હતી અને આરોપી નટવરભાઈ ભુપતભાઈ રાતૈયા (20) રહે. ઇન્દીરાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલીના આંકડા લેતા બે પકડાયા

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ નજીક ભવાની સોડા વાળી શેરીમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નવઘણભાઈ મોહનભાઈ સોલંકી (20) રહે. કાલિકા પ્લોટ ભવાની સોડા વાળી શેરી રવાપર રોડ મોરબી તથા મકબુલભાઈ નિજામભાઈ ચાનીયા (28) રહે. કાલિકા પ્લોટ શિવ સોસાયટી મોરબી વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 310 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News