મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે જીપીસીબી સહિતના પ્રશ્નો લટક્તા રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું ગુજરાત સરકાર બંધ કરી દે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થશે: ગોપાલભાઈ ઇટાલીયા વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી  સાથે એક પકડાયો ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી
Breaking news
Morbi Today

હળવદમાં ઘરેથી પૈસા ન આપવામાં આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













હળવદમાં ઘરેથી પૈસા ન આપવામાં આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

હળવદની સહજાનંદ સોસાયટીમાં રહેતા યુવાને ઘરેથી પૈસા માંગ્યા હતા જો કે, તેને પૈસા આપવામાં આવ્યા ન હતા. જેથી તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદમાં રાણેકપર રોડ ઉપર આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતા વિવેકભાઈ માખસિંહ બધેલ (22) નામના યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા માખનસિંગ અંગતસિંગ બધેલ (52) રહે. હાલ રાણેકપર રોડ સહજાનંદ સોસાયટી હળવદ વાળાએ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાને ઘરેથી પૈસા માંગ્યા હતા અને પૈસા તેને ન આપતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેણે પોતે પોતાની જાતે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે તેવી વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

કચ્છ જિલ્લાના લાકડીયા ખાતે રહેતા રામા અહેમદભાઈ આદમભાઈ (36) નામનો યુવાન લાકડીયાથી માણાબા વચ્ચેના રસ્તા ઉપરથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા હરિભાઈ મિસરીભાઈ ગોડ (30) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે #morbi 






Latest News