મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ
ચોમેરથી ફિટકાર: મોરબીમાં દીવાલમાં બાકોરું કરીને બે અસ્થિર મગજની મહિલાઓ સાથે દુષ્કર્મ આચારનાર બે નરાધમોની ધરપકડ
SHARE
ચોમેરથી ફિટકાર: મોરબીમાં દીવાલમાં બાકોરું કરીને બે અસ્થિર મગજની મહિલાઓ સાથે દુષ્કર્મ આચારનાર બે નરાધમોની ધરપકડ
મોરબીમાં આવેલ સેવાભાવી સંસ્થામાં રહેતી બે મનોદિવ્યંગ મહિલાઓને હવસખોર શખ્સો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં બે આરોપીને પકડી લેવામાં આવેલ છે અને બંને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
મોરબીમાં આવેલ સેવાભાવિ સંસ્થામાં રહેતી બે મનોદિવ્યાંગ મહિલાઓને અજાણ્યા શખ્સો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવી હતી અને રાત્રી દરમિયાન બંને મહિલાઓને જે જગ્યા ઉપર રૂમમાં રાખવામાં આવે હતી તે રૂમમાં ઘૂસીને હવસખોર શખ્સો દ્વારા બંને મહિલાઓની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મનોદિવ્યાંગ બે મહિલાઓને જે રૂમમાં રાખવામા આવી હતી ત્યાં સુધી જવા માટે હવસખોર શખ્સોએ સંસ્થાની દીવાલ ઉપર રાખવામા આવેલ કાચને તોડી નાખ્યા હતા અને ત્યાર બાદ દીવાલ કૂદીને સંસ્થાની અંદર આવ્યા હતા ત્યાર બાદ દીવાલમાં બાકોરું કરીને હવસખોર શખ્સો રૂમમાં મહિલાઓને રાખવામા આવી હતી ત્યા ગયા હતા અને બંને મહિલાઓને હવસનો શિકાર બનાવવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા તેઓની ટીમ દ્વારા સમગ્ર મોરબીમાં ચર્ચા મચાવી દેનાર આ ગુનામાં આરોપી ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ (32) રહે. મનહર નળિયાના કારખાનામાં લીલાપર રોડ મોરબી તથા હરેશભાઈ જીવાભાઇ સોલંકી (30) રહે, વાંકડા તાલુકો મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.