મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે માથાકૂટ કરનાર ત્રણ શખ્સો પાસેથી ભાઈને છોડાવવા માટે ગયેલ વેપારી યુવાનને પાઇપ-ધોકા વડે મારમાર્યો


SHARE



































મોરબીના નવલખી રોડે માથાકૂટ કરનાર ત્રણ શખ્સો પાસેથી ભાઈને છોડાવવા માટે ગયેલ વેપારી યુવાનને પાઇપ-ધોકા વડે મારમાર્યો

મોરબીમાં નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં ઇન્ડિયા ચાઈનીઝ દુકાન ધરાવતા વેપારી યુવાનના ભાઈ સાથે એક શખ્સ ઝઘડો કરતો હતો જેથી કરીને યુવાન ત્યાં વચ્ચે છોડવા માટે ગયો હતો ત્યારે તે યુવાનને પાઇપ અને લાકડાની પટ્ટી વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને છોડાવવા માટે અન્ય સાહેદો વચ્ચે પડતા તેને પણ લાકડાની પટ્ટી વડે મારમારીને ઇજાઓ કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 

મૂળ મહારાજના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા મનોજભાઈ રામભાઈ રાજપૂત (44)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 8247 નો ચાલક સાહિલ તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં તેની ઇન્ડિયા ચાઈનીઝ નામની દુકાન આવેલ છે અને ત્યાં તેના ભાઈ સાથે સાહિલ બોલાચાલી કરી ગાળો આપીને ઝઘડો કરતો હતો જેથી તેને છોડાવવા માટે થઈને ફરિયાદી વચ્ચે પડતા સાહિલે ફરિયાદીને લોખંડનો પાઇપ અને લાકડાની પટ્ટી વડે મારમાર્યો હતો જેથી અન્ય સાહેદો તેને છોડાવવા માટે વચ્ચે પડતા સાહિલ અને તેની સાથે રહેલા બે શખ્સો દ્વારા લાકડાની પટ્ટી વડે ફરિયાદી તથા સાહેદોને મારમારીને જનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


















Latest News