ટંકારાના નેસડા (ખા) ગામે પતંગ ચગાવતા સમયે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી બાળકનું મોત
મોરબીના ઘુંટુ રોડે કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના ઘુંટુ રોડે કારખાનામાં પહેલા માળેથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં પહેલા માળ ઉપરથી નીચે પટકાતા માથામાં અને શરીરે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ એવલોન સિરામિક નામના કારખાનામાં રહેતો ઢોલુરામ નનસિંગભાઈ ભનુ (18) નામનો યુવાન ગત તા. 19/1 ના રાત્રિના કારખાનામાં હતો ત્યારે ત્યાં પહેલા માળ ઉપરથી નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબીના સોઓરડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અલીભાઈ જીવાભાઈ પલેજા (79) તથા અનવર અલીભાઈ પલેજા (45)ને યુનુસ અલીભાઈ પલેજા તથા નદીમ યુનુસભાઇ પલેજાએ માર મારતા ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









