મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE













મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં નવા બનતા બાંધકામમાં ત્રીજા માળ ઉપર ઈલેક્ટ્રીકનું કામ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઝૂલા ઉપર બેસીને કામ કરતા યુવાનના ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને યુવાન નીચે પટકાતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં સૂર્ય ડેવલોપર્સના નવા બનતા લક્ષ્મી કાંતા એપાર્ટમેન્ટમાં કામ ચાલી રહ્યું છે ત્યારે ત્રીજા માળ ઉપર ઝૂલામાં બેસીને ઈલેક્ટ્રીકનું કામ ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી જાતે.મુસ્લીમ (ઉ.૧૯) રહે. પંચાસર રોડ ન્યુજનક સોસાયટી મોરબી વાળો કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે ઝૂલાનો રસો તૂટ્યો હતો જેથી કરીને ઇરફાનભાઇ સમરૂદીનભાઇ અંસારી ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મૂળ એમપીના દેવાસ જિલ્લાના રહેવાસી અને હાલમાં સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિકમાં રહેતા અને મજૂરીકામ કરતાં રાધેશ્યામભાઈ મુળચંદભાઈ (ઉંમર ૪૩) પોતાની ઓરડીમાં ચક્કર આવતા પડી ગયા હતા અને તેઓનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News