મોરબીમાં ગોકુળ મથુરાના નવા એપાર્ટમેન્ટમાં ઝુલાનો રસો તૂટતાં નીચે પટકાયેલા યુવાનનું મોત
મોરબીમાં નિ:સંતાનપણાનું લાગી આવતા ગળેફાંસો ખાતા પરિણીતાનું મોત
SHARE
મોરબીમાં નિ:સંતાનપણાનું લાગી આવતા ગળેફાંસો ખાતા પરિણીતાનું મોત
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગર સોસાયટીમાં રહેતી લુહાર પરિણીતાએ નિ:સંતાનપણાની વાતનું મનમાં લાગી આવતા તેણીએ તેના ઘેર દુપટ્ટા વડે ગળાફાસો ખાઈ લેતાં તેણીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના શનાળા રોડ ઉપર નવયુગ સ્કૂલની પાછળ આવેલ ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર મૌલિક ટેઇલરની બાજુમાં રહેતા કેયુરભાઈ કિશોરભાઈ પીઠવા જાતે લુહારના પત્ની વૃંદાબેન (ઉંમર ૨૯) એ તેમના ઘેર બાથરૂમમાં દુપટ્ટા વડે ગળાફાસો ખાઈ લેતાં તેણીનું મોત નીપજયું હતું.જેથી મૃતદેહને પીએમ અર્થે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાતા તબીબ દ્વારા પોલીસને જાણ કરવમાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ આર.પી.રાણા તથા નંદરામભાઇએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મૃતક વૃંદાબેન કેયુરભાઈ પિઠવાનો લગ્નગાળો સાડા ત્રણેક વર્ષનો હતો અને તેમ છતાં તેઓને સંતાન ન હોય નિ:સંતાનપણાની વાતનું મનોમન દુ:ખ લાગતા તેણીએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું અને તેનું મોત નિપજ્યું છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતો ધવલ સુખરામભાઈ તાવિયાડ નામનો ૧૮ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં એ ડિવિજનના હરેશભાઇ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદ તાલુકાના જ મયુરનગર ગામે રહેતો સંજય કાનાભાઇ લોખીલ નામનો ૩૦ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામની પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા સંજય લોખીલને સારવાર અર્થે આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
પરણિતા સારવારમાં
વાંકાનેર તાલુકાના દેરાળા ગામે રહેતા બેનાબેન દશરથભાઈ હીરાભાઈ ધરજીયા નામની ૨૨ વર્ષિય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા પ્રભાબેન ધીરજભાઈ સારોલા નામના ૪૮ વર્ષીય મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે માથક ગામેથી પરત કડીયાણા આવતા સમયે રસ્તામાં તેઓ બાઇકમાંથી નિચે પડી જતાં ઇજાગ્રસ્ત પ્રભાબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.