મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે
મોરબી શહેર-તાલુકા અને માળીયામાં વરલી જુગારની 4 રેડ
SHARE
મોરબી શહેર-તાલુકા અને માળીયામાં વરલી જુગારની 4 રેડ
મોરબી શહેર અને તાલુકા તેમજ માળીયામાં વરલી જુગારની કુલ મળીને 4 રેડ કરવામાં આવી હતી અને રોકડ રકમ સાથે આરોપીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વરલીના આંકડા લેતા જુમાભાઇ સલેમાનભાઈ સુમરા (52) રહે. વનાળીયા મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખારાપાટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા સુનિલભાઈ રમેશભાઈ ઝંઝવાડીયા (26) રહે. ભડીયાદ કાંટે રામાપીરના ઢોળા પાસે મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 11,200 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા રાજુભાઈ અવચરભાઈ વાઘેલા (36) રહે. ત્રાજપર ખારી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી તેની સામે તાલુકામાં ગુનો નોંધાયો છે. માળીયા મીયાણાની મેઇન બજારમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અબ્દુલભાઈ હબીબભાઈ જેડા (35) રહે. માળીયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી અને માળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે