મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન


SHARE











મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્રજાસત્તાક દિવસથી અર્થપૂર્ણ પહેલ કરવામાં આવેલ છે અને પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ગીતાંજલી વિદ્યાલયના સહયોગથી તથા બાલાજી પ્લાસ્ટિકના સહકારથી શરૂ કરી છે ઉલેખનીય છેકે, સંસ્થાના સભ્યો દ્વારા દેશની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને રાષ્ટ્રીય ફરજ માનીને આ અભિયાનની શરૂઆત મોરબીમાં  સ્કૂલોથી કરવામાં આવી છે.

વધુમાં માહિતી આપતા સંસ્થાન સભ્યોએ જણાવ્યુ હતું કે, આ અભિયાન અંતર્ગત સ્કૂલોમાં પ્લાસ્ટિક સંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક બોટલો, થેલીઓ, પેકેટ્સ તથા અન્ય બિનઉપયોગી પ્લાસ્ટિક કચરો જમા કરાવી શકે છે. એકત્રિત થયેલ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવશે અને તેમાંથી ઉપયોગી તથા પર્યાવરણમિત્ર વસ્તુઓ તૈયાર કરવામાં આવશે. મુસ્કાન વેલફેર સોસાયટીના જણાવ્યા અનુસાર પ્રજાસત્તાક દિવસથી શરૂ કરાયેલ આ અભિયાનને આવનારા સમયમાં મોરબીની વધુ સ્કૂલો અને વિસ્તારો સુધી વિસ્તૃત કરવામાં આવશે. અને મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તરફ એક મજબૂત પગલું સંસ્થા દ્વારા ભરવામાં આવ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News