મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાન
મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે વિમોચન કરાયું
SHARE
મોરબી યુવા લેખક પરમ જોલાપરાનું પુસ્તક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે વિમોચન કરાયું
મોરબીના યુવા લેખક પરમ જોલાપરા દ્વારા સંકલિત અને સંશોધિત પુસ્તક "વિશ્વદેવ વિશ્વકર્મા"નું થાનગઢ ખાતે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું વેદો તેમજ પુરાણોના પુરાવાસભર ભગવાન વિશ્વકર્માનું વર્ણન દર્શાવતું પુસ્તક પરમ જોલાપરા દ્વારા ૧૮ વર્ષની નાની વયે તૈયાર કર્યું છે જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. આ પુસ્તકના વિમોચન સમયે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા રાજીપો વ્યક્ત કરવામાં આવેલ હતી અને આ પ્રસંગે મિતેષભાઈ દવે, દર્શનભાઈ દવે, કિશોરભાઈ પરમાર તેમજ જીતભાઈ નિમાવત ત્યાં હાજર રહ્યા હતા.