વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો

મોરબીના વેપારી સામે ચેક રીર્ટનના બે ક્રિમીનલ કેસ હતા જે કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં વેપારીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બંને કેસમાં વેપારીને નિર્દોષ ઠરાવી છોડી મકવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી મહમદ તાહીરભાઈ લાકડાવાલા તથા આરોપી મુર્તુજ એમ. જોડિયાવાલા બંન્ને એક જ જ્ઞાતીના હોય એક બીજાને ઓળખે છે અને તે રીતે ફરીયાદી અને આરોપીને મીત્રતાના સબંધ છે. ફરીયાદીએ તેઓનું મકાન પોતાની પત્નીની બીમારીની સારવાર માટે વેચાણ કરેલ હતું અને સારવારમાંથી બચેલ રૂપિયા 6 લાખ આરોપીએ પોતાના ધંધાના કામે તાત્કાલીક જરૂર પડતા મિત્રતાના નાતે હાથ ઉછીની આપ્યા હતા. અને જયારે ફરીયાદીને રૂપિયાની જરૂર હતી ત્યારે આરોપી પાસે રૂપિયાની માંગણી કરતા આરોપીએ તે પૈકી કુલ પાંચ ચેક અલગ અલગ તારીખના કુલ રકમ 6 લાખના આપેલ હતા જે ચેકો ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા બધા ચેકો વણચુકવ્યા પરત ફરતા ફરીયાદી મહમદ તાહીરભાઈ લાકડાવાલા દ્વારા આરોપીને નોટીશ આપવામાં આવી હતી છતાં આરોપીએ રકમ ચુકવણી કરેલ નહી જેથી ફરીયાદીએ આરોપી સામે ચેક રીર્ટનના બે ક્રિમીનલ કેસ કર્યા હતા આ બને કેસ કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં આરોપીના વકીલ પી.વાય. સોલંકીએ કરેલ દલીલો અને રજુ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને ફરિયાદીનું લેણું સમયમર્યાદા બહારનું હોઈ અને ફરિયાદી આરોપીને નાણા આપવા માટે નાણાકીય રીતે સક્ષમ ન હોઈ તે હકીકતોને ધ્યાને લઇ મોરબીના એડી.ચીફ.જયુડી.મેજી. જજ સી.વાય.જાડેજા સાહેબે આરોપી મતંઝા એમ. જોડિયાવાલાને બને કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મકવાનો હુકમ કરેલ છે.






Latest News