મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો
મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ
SHARE
મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના ગાળા અને બાદરગઢ ગામ પાસે જુદી જુદી જગ્યાએ પાર્ક કરવામાં આવેલા ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનોની ડીઝલ ટેંક તોડીને તેમાંથી કુલ મળીને 970 લીટર જેટલા ડીઝલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે પહેલા સમા ગેંગના બે શખ્સોની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં ચોરીના આ ગુનામાં સંડોવાયેલા વધુ બે શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કારને કબ્જે કરવામાં આવેલ છે.
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા તથા બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદી જુદી બે જગ્યા ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન સ્વિફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા વાહનોના ડીઝલ ટેન્ક તોડીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી અને કુલ મળીને 970 લીટર જેટલા ડીઝલની ચોરી કરવામાં આવેલ હતી જેથી આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી-જુદી બે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે થઈને તપાસ શરૂ કરી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા પહેલા આ ગુનામાં બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે અને તેની પાસેથી ચોરી કરેલ ડીઝલ પૈકી 175 લિટર ડીઝલનો જથ્થો જેની કિંમત 15,750 તથા ડીઝલનું વેચાણ કરીને મેળવેલા 47,500 આમ કુલ મળીને 63,250 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસે પહેલા ચોરીના આગુણમાં આરોપી અયુબ મલુક સમા અને પ્રદીપભાઈ અમુભાઈ મિયાત્રાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં અસલમ ઉર્ફે અનવર કમાલ સમાનું નામા સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં હાલમાં તાલુકા પોલીસની ટીમે આ ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આરોપી અસ્લમભાઇ ઉર્ફે અનવરભાઇ કમાલમિશ્ર સમા અને ઉસ્માણભાઇ મલેકભાઇ સમા રહે. બંને માધાપર જુનાવાસ તાલુકો ભુજ વાળાનો સમાવેશ થાય છે અને આ આરોપીઓ પાસેથી ડીઝલ ચોરીના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સ્વિફ્ટ ગાડી નંબર જીજે 12 સીડી 0070 જેની કિંમત રૂપિયા 3 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આ આરોપીઓ દ્વારા હાઇવે રોડ ઉપર તેમજ પાર્કીંગમાં ઉભેલા વાહનોને નિશાન બનાવીને તેના ડીઝલ ટેન્ક તોડીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવેલ છે આ કામગીરી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ પીએસઆઈ એસ.એચ.ભટ્ટ અને તેઓની ટીમે કરી હતી.