મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન
SHARE
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન
મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયાના બ્રહ્મબંધુઓ માટે ડો.લહેરૂ લેબોરેટરીના સૌજન્યથી તા.૧-૨-૨૬ ના રવિવારે સાંજે ૫ કલાકે મોરબી પરશુરામ ધામ ખાતે ઉમર વર્ષ ૧૨ થી ૧૦૦ વર્ષ સુધીના માટે સામાન્ય જ્ઞાન કસોટી પરીક્ષા રાખેલ છે. તેમાં ૧ થી ૩ નંબર આવનારને પુરસ્કાર આપવામાં આવશે.કસોટીમાં ૨૫ પ્રશ્નો રહેશે તથા સમય મર્યાદા ૧૫ મીનીટની રહેશે.ભાગ લેવા માટે તા.૩૧-૧ સુધીમાં બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩), ભુપતભાઈ પંડયા (મો.૯૮૨૫૬ ૭૧૬૯૮) અથવા અજયભાઈ રાવલ (મો.૯૯૭૮૪ ૮૯૫૨૫) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાયેલ છે