મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન
મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો
SHARE
મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો
મોરબી મહાપાલિકાની કચેરીથી લઈને રેલવે સ્ટેશન રોડ સુધીના વિસ્તારમાં રોડની બંને સાઈડે આવેલ દુકાનના વેપારીઓ દ્વારા દુકાનની બહાર તેઓની વસ્તુના પથારા મુકવામાં આવતા હોય છે જેના કારણે ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે જેથી આજે મહાપાલિકાના કમિશનરની હાજરીમાં તે દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જે વેપારીઓ દ્વારા પોતાની દુકાનની બહાર માલસામાનના ઢગલા કરવામાં આવ્યા હતા તે માલસામાનને પણ ઘણી જગ્યાએ જપ્ત કરવામાં આવ્યો હતો અને રોડને દબાણ મુક્ત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, માલ જપ્ત કરવામાં આવતા વેપારીઓને તખ્તસિંહજી રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ સમગ્ર મોરબીની અંદર જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાની સાઈડમાં કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મહાપાલિકાના કમિશનરની આગેવાની હેઠળ મોરબીમાં ગાંધી ચોક પાસે આવેલ મહાનગરપાલિકાની કચેરીથી લઈને રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ઇસ્ટ ઝોન કચેરી સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ જે વેપારીઓની દુકાનો આવેલ છે તે પૈકીના ઘણા બધા વેપારીઓ પોતાની દુકાનની બહારના ભાગમાં પોતાની દુકાનમાં વેચાતા માલસામાનના પથારા કરતા હોય છે જેના કારણે દબાણ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે જેથી કરીને કમિશનરની હાજરીમાં આ દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
અગાઉ વેપારીઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાની દુકાનની બહાર માલ સામાન ન રાખે પરંતુ વેપારીઓ દ્વારા તેઓની દુકાનની બહાર માલ સામાન રાખવાનું હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું હોય કેટલીક જગ્યા ઉપરથી માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો આવી જ રીતે ગાંધીચોક પાસે વહેલી સવારે શાકબકાલાની હરાજી થતી હોય છે ત્યારે ત્યાં બટાકા સહિતના હોલસેલના વેપારીઓ દ્વારા માલસામાનના ઢગલા કરવામાં આવ્યા હતા તેમાંથી 8 થી 10 જેટલા બટાકાના બચકાં ત્યાં રોડ ઉપર પડ્યા હતા જેથી મહાપાલિકાની ટીમ દ્વારા માલને જપ્ત કરવામાં આવ્યા હતા આવી જ રીતે અન્ય વેપારીઓની દુકાનો પાસેથી માલ સમાન જપ્ત કરવામાં આવેલ છે વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતું કે, મોરબીમાં લોકોની સુખાકારી વધે તેના માટે રોડ સાઈડના દબાણો હટાવવા માટેની કામગીરી કરવામાં આવી છે અને મોરબીના નગર દરવાજા ચોક સહિતના વિસ્તારોમાં જ્યાં અગાઉ દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્યાં પુનઃ દબાણો થતા હોય તે કાયમી ધોરણે દૂર થાય તેના માટે પોલીસ સાથે સંકલન કરીને આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.









