મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા
SHARE
મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા
મોરબીના નાની કેનાલ રોડ ઉપર 3 એપાર્ટમેન્ટનું ગેરકાયદે બાંધકામ ચાલુ હોવાની ફરિયાદ મળતા અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી મહાપાલિકાની ટીપી શાખા દ્વારા સ્થળ ઉપર જઈને જે જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ ચાલુ હતું તે ત્રણેય એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યા છે.
મોરબીના નાની કેનાલ રોડ ઉપર ત્રણ એપાર્ટમેન્ટનું ગેરકાયદે બાંધકામ ચાલુ હોવાની અગાઉ મહાપાલિકામાં ફરિયાદ મળી હતી જેથી ગેરકાયદે બાંધકામ રોકવા માટે થઈને બિલ્ડરને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ ત્યાં સ્થળ ઉપર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હોવાની વધુ એક વખત મહાપાલિકા ખાતે ફરિયાદ મળી હતી જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને તે ત્રણેય એપાર્ટમેન્ટને મહાપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે વધુમાં મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે હાલમાં નાની કેનાલ રોડ ઉપર ગેરકાયદેસર ત્રણ એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલતું હતું જે બાંધકામ રોકવા માટે મિલકતને સીલ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલુ હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને મોરબીના નગરજનોએ બિનઅધિકૃત બાંધકામ ન કરવા અને મહાપાલિકાના નિયમોને અનુસરવા માટે અધિકારી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.