મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા
મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત
SHARE
મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ હોટલની સામેના ભાગમાંથી આધેડ જમવા માટે થઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે તેઓને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ટ્રક ડમ્પરના ટાયર તેના ઉપરથી ફરી વળ્યા હતા જેથી કરીને ગંભીર ઈજા થવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના રહેવાસી બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચિયા (22) એ અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રીઝનટા હોટલ સામેથી તેઓના મોટા બાપુ મહેશભાઈ દેશુરભાઈ બરબચિયા (54) રોડ ક્રોસ કરીને જમવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને રસ્તા ઉપર નીચે પાડી દઈને તેના પેટના ભાગ ઉપરથી ટ્રક ડમ્પરના ટાયર ફેરવી દીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ગંભીર ઇજા થઈ હોવાના કારણે ફરિયાદીના મોટા બાપુનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ડમ્પરનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ ટ્રક ડ્રાઇવિંગ કરતા હોય મોરબીથી નવસારી બાજુ માલ ભરીને જવાનો હતો જેથી કરીને તેઓ મોરબી આવ્યા હતા અને તેઓના ટ્રકમાં માલ ભરવામાં સમય લાગે તેમ હતો જેથી તેઓ રોડ ક્રોસ કરીને જમવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા તે આધેડનું મોત નીપજ્યું હતું
અકસ્માતમાં ઇજા
મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતા ભાઈલાલભાઈ વનમાળીદાસ પુજારા (87) નામના વૃદ્ધ રાજકોટ નાગરિક બેંકવાળી શેરીમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને ટક્કર મારતા તેઓ પડી ગયા હતા અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે બાઈક લારી સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં મોરબીના બગથળા ગામે રહેતા રસીલાબેન રમેશભાઈ કેરવાડીયા (62) નામના વૃદ્ધાને ઈજા થતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.