મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત
મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત
SHARE
મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને ચક્કર આવવાના કારણે તે અગાસી ઉપરથી નીચે શેરીમાં પડી ગયો હતો જેથી કરીને તેને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલત તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્કમાં રહેતા તરુણભાઈ વાસુદેવભાઈ પંડ્યા (43) નામનો યુવાન ગઈકાલે સાંજના સમયે પોતે પોતાના ઘરે હતો ત્યારે અગાસી ઉપર તેને ચક્કર આવવાના કારણે તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ રાતડીયાની વાડી ખાતે રહેતા કમલેશભાઈ મીઠાભાઈ ડાભી (30) નામનો યુવાન બાઈક લઈને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ ન્યુ આલાપ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ કાંતિભાઈ કડીવાર (49) નામના આધેડ બાઇક ઉપર સોસાયટી પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તે બાઈકમાંથી પડી ગયા હતા જેથી શરીરે ઇજા થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.