હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત
SHARE
મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સોખડા ગામ નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં દિવાલ ઉપર કામ કરી રહ્યો હતો દરમિયાન ત્યાંથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ મેટકસ મિનરલ એલએલપી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સ્વરૂપભાઈ નાયક (25) નામનો યુવાન કારખાનામાં કામ કરતી વખતે દિવાલ ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીક આવેલ જેપુર ગામે રહેતા અનિલભાઈ વિશ્વાસભાઈ (22) તથા મનીષાબેન વિશ્વાસભાઈ (15) નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર વાડીએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો હતો જે બનાવમાં બંનેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં મહાકાળી ઓઈલ પાસે રહેતા રણજીતભાઈ વિક્રમભાઈ ઝાલા (40) નામના યુવાનને ટિંબડી નજીક રામદેવ હોટલ પાસે રોડ ઉપર કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.