મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત
મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી
SHARE
મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી
સ્વ માથી સર્વસ્વ તરફ લઇ જવાનુ એક માધ્યમ એટલે રમત બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવારની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.તે અંતર્ગત મોરબી ખાતે ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કુલમોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી ખાતે આઇ.પી.એલ. ની ગુજરાત ટાઇટનના પ્રમોશન માટે “જુનીયર ટાઇટન” એવો કાર્યક્રમ આયોજીત થયેલ હતો.આ ઇવેન્ટ ના મેનેજર હરદીપભાઇ દ્વારા શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોને ભાગ લેવા માટે આમંત્રીત કરેલ હતા.જે આમંત્રણ થકી શાળાના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લિધેલ હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને ગુજરાત ટાઇટને જીતેલ ટ્રોફી અને મેડલ સાથે ફોટોગ્રાફી કરી હતી.ત્યારબાદ વિવિધ રમતોના કોચ દ્વારા ફૂટ્કોલ, બાસ્કેટ બોલ, બોક્સ ક્રિકેટ જેવી રમતો અંગે માર્ગદર્શન આપી રમતો રમાડી હતી.બાળકોએ ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે રમતો રમી ખૂબ આનંદીત થયા હતા.કાર્યક્રમને અંતે દરેક બાળકોને પ્રમાણપત્રો, ટીશર્ટ, કીટ અને હેલ્ધી નાસ્તો આપ્યો હતો.કાર્યક્રમના અંતે બાળકો ખુબ જ આનંદીત થયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરેલ હતી.