મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં 17.96 કરોડની ટેક્સ રિકવરી માટે રવાપર ગામે આઇટી વિભાગ દ્વારા ફલેટને ટાંચમાં લેવાયો: હરરાજી માટેની તૈયારી


SHARE











મોરબીમાં 17.96 કરોડની ટેક્સ રિકવરી માટે રવાપર ગામે આઇટી વિભાગ દ્વારા ફલેટને ટાંચમાં લેવાયો: હરરાજી માટેની તૈયારી

મોરબીના રવાપર ગામે રહેતા વ્યક્તિ પાસેથી આઇટી વિભાગે 17.96 કરોડ રૂપિયા ટેક્સના રિકવર કરવા માટેની કવાયત શરૂ કરી છે અને તેના માટે રાજકોટના ટેક્સ રિકવરી ઓફિસર દ્વારા હાલમાં રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સી ખાતે દેવવ્રત એપાર્ટમેન્ટમાં રહેતા તે વ્યક્તિના ફ્લેટને ટાંચમાં લીધેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આઈટી વિભાગ દ્વારા સમયાંતરે જુદા જુદા વિસ્તારમાં રેડ કરવામાં આવતી હોય છે તેમજ વર્ષ દરમિયાન કેટલીક જગ્યાએ જે શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ધ્યાન ઉપર આવ્યા હોય છે તે બાબતે તપાસ કરવામાં આવે છે અને જુદાજુદા આસામીઓ પાસેથી ટેક્સ રિકવરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે હાલમાં મોરબી નજીકના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સી ખાતે દેવવ્રત એપાર્ટમેન્ટ વિંગ-1 ફ્લેટ નંબર 404 માં રહેતા સચિનભાઈ છગનલાલ ભીમાણી પાસેથી 17,96,58,940 કરોડ રૂપિયાની ટેક્સ રિકવરી કરવાની છે .

આ ટેક્સની રકમની રિકવરી કરવા માટે થઈને રાજકોટના ટેક્સ રિકવરી ઓફિસર દ્વારા હાલમાં દેવવ્રત એપાર્ટમેન્ટમાં આવેલ સચિન છગનલાલ ભીમાણીના ફ્લેટને ટાંચમાં લેવા માટે થઈને મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એપાર્ટમેન્ટમાં તે અંગેની નોટિસ પણ લગાવવામાં આવેલ છે આટલું જ નહી પરંતુ લાગુ પડતાં વિભાગને તે બાબતે લેખિતમાં આઇટી વિભાગ દ્વારા જાણ પણ કરી દેવામાં આવેલ છે અને આગામી સમયમાં મિલકતની હરરાજી કરીને ટેક્સની રિકવરી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે આઇટી વિભાગમાં વર્ષો પહેલાં કેસ ચાલી ગયો હતો અને ત્યાર બાદ આસમી પાસેથી લેણી નીકળતી ટેક્સની રકમ માટે આસામીને અગાઉ નિયમ મુજબ નોટિસ આપવામાં આવી હતી જો કે, ટેક્સની રકમ આસમી દ્વારા ભરવામાં આવી ન હતી જેથી કરીને હવે ટેક્સની રિકવરી માટે આસામીના ફ્લેટને ટાંચમાં લેવામાં આવેલ છે અને કુલ મળીને 17.96 કરોડથી વધુ ટેક્સની રિકવરી કરવાની છે તેને વસૂલ કરવા માટે અધિકારી દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને આવી જ રીતે અન્ય જે બાકીદારો છે તેની પાસેથી પણ ટેક્સની રિકવરી કરવા માટે આગામી દિવસોમાં આવી જ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.






Latest News