મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો


SHARE











ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો

ટંકારા બી.આર.સી. ભવન દ્વારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.દિવ્યાંગ બાળકોનું સામાજિક સમાવેશન થઇ શકે તે માટે તેમજ દિવ્યાંગ બાળકોના વાલી તેમજ તેના રહેઠાણની આસપાસના લોકો તેમજ અન્ય બાળકો તેનો સ્વીકાર કરે અને સપોર્ટ કરે તે માટેની જાગૃતતા ફેલાવવા માટે સોશ્યલ ઇન્ક્લુઝન માટેનો ખાસ કાર્યક્રમ ટંકારા ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં ટંકારા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઇ ફેફર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શૈલેષભાઇ સાણજા, આરબીએસકે માંથી કેયુરભાઇ જાની અને તેમની ટીમ, સ્પેશ્યલ એજ્યુકેટર પન્નાબેન રાઠોડ, માધ્યમિક વિભાગના વિશિષ્ટ શિક્ષક અરુણભાઇ તેમજ નિમેષભાઇ દ્વારા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં દિવ્યાંગતા અને તેના પ્રકાર, બાળકોના આરોગ્ય અને પોષણ ઉપરાંત બાળકોને મળતા લાભો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓની સાફલ્યગાથા બતાવી બાળકો અને વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સ્પોર્ટસ અને એક્સ્પોઝર વિઝિટ અંતર્ગત બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ એક્સ્પોઝર વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૌશિકભાઇ, ઘનશ્યામભાઇ, હેમતભાઇ તેમજ બી.આર.પી. સોનલબેન, પૂજાબેન, લક્કીભાઇ અને એમ.આઇ.એસ. હિતેષભાઇ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સાધનાબેન તેમજ એમ.ડી.વિદ્યાલયના આચાર્ય કાસુન્દ્રા અને એમ.પી.વિદ્યાલયના કુબાવત હાજર રહ્યા હતા.






Latest News