ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો
મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ
SHARE
મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ
મોરબીની લીલાપર ચોકડી પાસેથી મોડી સાંજના સમયે ઇનોવા ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર આગળ એન્જિનના ભાગ પાસે આગ લાગી હતી અને જોત જોતામાં આગ આખી ગાડીમાં પ્રસારી ગઈ હતી અને તે પહેલા કારમાં બેઠેલ વ્યક્તિ તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થયેલ નથી અને આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવેલ છે.
સામાન્ય રીતે સીએનજી ગેસ કીટ હોય તેવા વાહનોમાં અવારનવાર આગ લાગવાની દુર્ઘટનાઓ બનતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે જોકે, ગુરુવારે મોડી સાંજે મોરબીને લીલાપર ચોકડી પાસેથી જ્યારે વાહન ચાલકો પોતાના વાહન લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી ઇનોવા ગાડીમાં કોઈ કારણોસર એન્જિનના ભાગમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેથી કરીને ગાડીમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતારી ગયા હતા. અને આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે અને વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી પ્રમાણે જે ગાડીમાં આગ લાગી છે તેનો નંબર જીજે 36 એલ 9106 છે જોકે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.