હળવદમાં ઘરે દિવાબત્તી કરતા સમયે પહેરેલા કપડામાં આગ લાગવાથી દાઝી ગયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
SHARE
હળવદમાં ઘરે દિવાબત્તી કરતા સમયે પહેરેલા કપડામાં આગ લાગવાથી દાઝી ગયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
હળવદના ટીકર ગામે વૃદ્ધા પોતાના ઘરની અંદર દીવાબત્તી કરતા હતા દરમિયાન કોઈ કારણોસર તેમને પહેરેલી સાડી અને અન્ય કપડામાં આગ લાગી ગયેલ હતી જેથી વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા માટે તેઓને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રૂખીબેન મનજીભાઈ પરમાર (70) નામના પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં માતાજીના મંદિરમાં દીવાબત્તી કરતા હતા દરમિયાન અચાનક તેઓએ પહેરેલી સાડીમાં આગ લાગી હતી અને શિયાળો હોવાના કારણે મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો તેમાં પણ આગ લાગી હતી જેથી વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતા માટે તેઓને તાત્કાલિક સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા દેવજીભાઈ પરમાર (45) રહે. ટીકર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
માળિયાની તાલુકાના તરઘરી ગામે રહેતા અનિતાબેન કમરૂભાઈ અજનાર નામના મહિલા તેઓના સસરા સાથે બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન કોઇ કારણોસર અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા મહિલાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.









