મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક-રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ ભાઈ સહિત ચાર ઈજાગ્રસ્તો સારવારમાં


SHARE











મોરબીના વાવડી રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક-રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ ભાઈ સહિત ચાર ઈજાગ્રસ્તો સારવારમાં
 
મોરબીના નાની વાવડી જતા રસ્તે ગૌશાળા નજીક વહેલી સવારે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ત્રીપલ સવારી બાઇક અને છકડો રિક્ષા વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ત્રણ ભાઈ સહિત કુલ ચાર લોકો ઈજા પામ્યા હોય સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામ તરફ જતા રસ્તે આવેલ સતનામ ગૌશાળા પાસે તા.૧-૨ ને રવિવારના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ત્રિપલ સવારી બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા આ બનાવમાં મોરબીના માણેકવાડા ગામના રહેવાસી પવન ધનજીભાઈ ઉચાણા કોળી (૨૦), વાલજી ધનજીભાઈ ઉચાણા (૨૫) અને શંકરભાઈ અનાભાઈ ઉચાણા (૩૨) કે જે ત્રણેય બાઈકમાં સવાર હતા તેઓને ઈજા પહોંચી હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામે છકડો રીક્ષા પણ પલ્ટી મારી ગયેલ હોય તેમાં બેઠેલા જોસનાબેન કરણભાઈ સોલંકી (૨૫) રહે. દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબીને ઈજા થઈ હોય તેમને પણ અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.વધુમાં મળતી માહિતી પ્રમાણે ત્રણેય યુવાનો બાઈકમાં બેસીને કામ માટે મોરબી આવતા હતા ત્યારે સતનામ ગૌશાળા પાસે તેઓનું બાઇક છકડો રીક્ષા સાથે અથડાયુ હતુ.જેમાં તે ત્રણ યુવાનોને તથા છકડામાં બેઠેલા એક મહિલાને ઇજા થયેલ હોય સારવાર માટે ખસેડાયા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર ગામ શિવનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોરધનભાઈ મેવા (૪૭) એ વાવડી ગામની સીમામાં કોઈ કારણસર દવા પી લીધી હોય તેઓને અહિંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના જેતપર રોડ વિરાટનગર પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ ગણાવા (૨૫) રહે.ઘુંટુ તા.મોરબીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામે નાયરાના પંપ પાસે ડાબા પગના ભાગે ટ્રકનું વ્હીલ ફરી જતા ઇજાગ્રસ્ત થયેલા અસલ્મભાઈ કાસમભાઈ શેખ (૫૬) રહે.આઝાદ ગલી નીયાજ ચોકડી બેલગાંવ ને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના મકનસર ગામે મારામારીના બનાવમાં ઈજા થતા કિશોરભાઈ રતાભાઇ રાવત નામના ૩૬ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હોય પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

તેમજ મોરબીની પીપળીયા ચોકડીથી ગુંગણ જતા સમયે બાઇક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં જયદીપ હરેશભાઈ ખીમાણીયા (૨૫) રહે.કૃષ્ણનગર (ગુંગણ) તા.જી.મોરબીને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં સત્યેન્દ્ર બિહારીલાલ (૨૬) રહે.પાવડીયારી જેતપર રોડને ઇજા પામેલ હાલતમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો

 
 





Latest News