મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE









હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા પંડિતજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને “પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી અમર રહો “ અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના સુત્રોચારના માધ્યમ થી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે વક્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના “એકાત્મ માનવવાદ” અને “અંત્યોદય”ના વિચારોથી પ્રેરણા લઈ સમાજના અંતિમ માનવી સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પંડિતજીનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, સાદગી અને નિષ્ઠાનું પ્રતિક હતું અને આજના સમયમાં પણ તેમના વિચારો માર્ગદર્શક છે. આ કાર્યક્રમમાં શહેર અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ રાષ્ટ્રસેવામાં વધુ સક્રિય રહેવાનો સંકલ્પ લીધો હતો.




Latest News