ટંકારાના ધ્રુવનગરમાં ઘરે વીજ મોટર શરૂ કરવા ગયેલ મહિલાનું શોર્ટ લાગતા મોત
ટંકારાનાં નેકનામ ગામની દીકરી પાસે સાસરિયાએ કરિયાવરમાં કાર માટે બે લાખ રૂપિયા માંગ્યા !
SHARE
ટંકારાનાં નેકનામ ગામની દીકરી પાસે સાસરિયાએ કરિયાવરમાં કાર માટે બે લાખ રૂપિયા માંગ્યા !
ટંકારા તાલુકાનાં નેકનામ ગામે હાલમાં માવતરના ઘરે રહેતા પરિણીતાનો જન્મથી જ અવાજ પાતળો હતો જેની પતિ સહિતના સાસરિયાઓને જાણ હતી તો પણ તે બાબતે અને કરિયાવરમાં ફોરવ્હીલ લેવા માટે બે લાખ રૂપિયા લઈ આવવાનું કહીને પરિણીતાની સાથે મારકૂટ કરવામાં આવી હતી અને તેને ઘરમાથી કાઢી મૂકવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશને તેના પતિ, સાસુ અને સસરા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ઢોકળીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાનાં નેકનામ ગામે માવતરના ઘરે રહેતા વસુધાબેન મિતુલભાઇ સીરજા જાતે પટેલ (ઉ.૨૬)એ તેના પતિ મિતુલ દિલિપભાઈ સીરજા, સસરા દિલિપભાઈ પોલાભાઈ સીરજા તથા સાસુ પ્રભાબેન દિલિપભાઇ સીરજા રહે. ત્રણેય ઢોકળીયા અને નણંદ આરતીબેન નિકુંજભાઈ ભોરણીયા તેમજ નણંદોઈ નિકુંજભાઈ કાંતીભાઈ ભોરણીયા રહે. બંને વડોદરા સત્વપ્રાઈમ બ્લોક નં.ઈ/૫૦૨ સીતારામ કોમ્પેલક્સની પાછળ છાણી તાલુકો વડોદરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૯/૨/૨૦૨૧ થી તા.૭/૮/૨૦૨૧ સુધીમાં પરિણીતાને આરોપીઓએ તેઓનો અવાજ જન્મથી જ પાતળો હતો તેની જાણ હતી છતાં અવાજ બાબતે, ઘરના કામકાજ તેમજ કરિયાવર બાબતે ઝઘડાઓ કરી મેણાટોણા મારીને ગાળો આપી હતી અને મારકુટ કરી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો અને પરિણીતા પાસે દહેજ પેટે ફોરવીલ લેવાના રૂપિયા બે લાખની માંગણી કરવામાં આવી હતી અને મારકુટ કરી હતી અને તા.૭/૮/૨૦૨૧ ના રોજ પહેરેલ કપડે ઘરેથી કાઢી મુકી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ -૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે