ટંકારાનાં નેકનામ ગામની દીકરી પાસે સાસરિયાએ કરિયાવરમાં કાર માટે બે લાખ રૂપિયા માંગ્યા !
હળવદના ભવાનીનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છ શ્ખ્સોએ ધોકા-લોખંડની ટામી વડે માર માર્યો
SHARE
હળવદના ભવાનીનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છ શ્ખ્સોએ ધોકા-લોખંડની ટામી વડે માર માર્યો
હળવદ ભવાનીનગર ઢોરો નજીક આવેલ શાળા નં. ૧૦ પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને છ શખ્સો દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને ગાળો આપવાની તેને ના કહેતા આરોપીઓ દ્વારા તેને ધોકા અને લોખંડની ટામી વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ પોલીસ સ્ટેશનેછ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ ભવાનીનગર ઢોરો શીતળા માતાના મંદિર સામે રહેતા સુરેશભાઇ ગભુજીભાઇ પરમાર જાતે ઠાકોર (ઉ.૨૩)એ હાલમાં ગોપી લિલાભાઇ મહાદેવ, મનસુખભાઇ લિલાભાઇ મહાદેવ, ઢેબો મુસલમાન, ઢેબાનો ભાઇ સમીર, અચો મુસલમાન અને જગાભાઇ ભીખાભાઇ રહે બધા ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના અગાઉ આરોપીઓ સાથે ઝઘડો થયેલ હતો તેનું મનદુખ રાખીને ફરીયાદી યુવાને ભવાનીનગર ઢોરાના બંમ્ફ પાસે બાઇક ધીરુ પાડતા આરોપીઓએ બાઇક ઉભુ રખાવી તેને ભુંડા બોલી ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશકેરાઇ ગયા હતા અને ગોપી લીલાભાઈ મહાદેવએ લાકડાનો ધોકાનો માથામા જમણી બાજુ મારેલ તથા ઢેબાએ વાસામા ધોકો માર્યો હતો તેમજ અચા મુશલમાએ લોખંડની ટોમીથી બે ઘા ડાબા હાથની કોણીથી નીચેના ભાગે માર્યા હતા અને યુવાન બચવા માટે ત્યાથી ભાગ્યો હતો ત્યારે આરોપીઓ પાછળ દોડી આરોપીએ જગાભાઇ ભીખાભાઇ લાકડાના ધોકાથી માથામા માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાને બુમા બુમ કરતા તેના પીતા આવી ગયા હતા અને આરોપીઓ ભાગી ગયા હતા જો કે, જતાં જતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભાઓગ બનેલા યુવાને હાલમાં છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.