ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છ શ્ખ્સોએ ધોકા-લોખંડની ટામી વડે માર માર્યો


SHARE







હળવદના ભવાનીનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને છ શ્ખ્સોએ ધોકા-લોખંડની ટામી વડે માર માર્યો

હળવદ ભવાનીનગર ઢોરો નજીક આવેલ શાળા નં. ૧૦ પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને છ શખ્સો દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને ગાળો આપવાની તેને ના કહેતા આરોપીઓ દ્વારા તેને ધોકા અને લોખંડની ટામી વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ પોલીસ સ્ટેશનેછ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ ભવાનીનગર ઢોરો શીતળા માતાના મંદિર સામે રહેતા સુરેશભાઇ ગભુજીભાઇ પરમાર જાતે ઠાકોર (ઉ.૨૩)એ હાલમાં ગોપી લિલાભાઇ મહાદેવ,  મનસુખભાઇ લિલાભાઇ મહાદેવ, ઢેબો મુસલમાન, ઢેબાનો ભાઇ સમીર, અચો મુસલમાન અને જગાભાઇ ભીખાભાઇ રહે બધા ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના અગાઉ આરોપીઓ સાથે ઝઘડો થયેલ હતો તેનું મનદુખ રાખીને ફરીયાદી યુવાને ભવાનીનગર ઢોરાના બંમ્ફ પાસે બાઇક ધીરુ પાડતા આરોપીઓએ બાઇક ઉભુ રખાવી તેને ભુંડા બોલી ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશકેરાઇ ગયા હતા અને ગોપી લીલાભાઈ મહાદેવએ લાકડાનો ધોકાનો માથામા જમણી બાજુ મારેલ તથા ઢેબાએ વાસામા ધોકો માર્યો હતો તેમજ અચા મુશલમાએ લોખંડની ટોમીથી બે ઘા ડાબા હાથની કોણીથી નીચેના ભાગે માર્યા હતા અને યુવાન બચવા માટે ત્યાથી ભાગ્યો હતો ત્યારે આરોપીઓ પાછળ દોડી આરોપીએ જગાભાઇ ભીખાભાઇ લાકડાના ધોકાથી માથામા માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાને બુમા બુમ કરતા તેના પીતા આવી ગયા હતા અને આરોપીઓ ભાગી ગયા હતા જો કે, જતાં જતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભાઓગ બનેલા યુવાને હાલમાં છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News