મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હો જાઓ તૈયાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં જાન્યુઆરીમાં ૭ રૂપિયા સુધીનો વધારો નિશ્ચિત !


SHARE











હો જાઓ તૈયાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં જાન્યુઆરીમાં ૭ રૂપિયા સુધીનો વધારો નિશ્ચિત !

વિશ્વ કક્ષાના સિરામિક ઉધોગ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા છે અને તેમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે એજેથી કરીને આ ઉદ્યોગને ટકવું મુશ્કેલ બની ગયું છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં અંદાજે પાંચથી સાત રૂપિયા સુધીનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે ગત ઓક્ટોમ્બર મહિના કરવામાં આવેલ ગેસના ભાવમાં તોતિંગ વધારો હજુ સિરામિક ઉદ્યોગકારો સહન કરી શક્યા નથી તેવામાં આગામી જાન્યુઆરી માહિનામાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં ફરી એક વખત તોતિંગ વધારો કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાં તેમજ વર્લ્ડમાં સિરામિક પ્રોડક્ટને સપ્લાઈ કરતાં મોરબીના ઉદ્યોગકારોની મુશ્કેલી અનેકગણી વધી જાય તેવી શક્યતા છે.

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૦ લાખ ક્યુબીક મીટરથી વધી ગયો હતો જો કે, ઓક્ટોમ્બર ૨૦૨૦ માં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં જે બે વખત વધારો કરવામાં આવ્યો હતો તેના લીધે કેટલાક કારખાના બંધ થયા હતા અને કેટલાક કારખાનેદારો તેના ઉત્પાદનમાં કાપ મૂક્યો હતો જેથી કરીને ગેસની માંગ ઘટીને લગભગ ૫૦ લાખ કયુબિક મીટર ગેસ સુધીની થઈ ગયેલ હતી પરંતુ છેલ્લા દિવસોમાં કેટલાક નવા કારખાન કાર્યરત થવાથી તેમજ બંધ કરવામાં આવેલ યુનિટોને ચાલુ કરવામાં આવતા ફરી પછી નેચરલ ગેસની માંગ મોરબીમાં વધી ત્યારે આગામી એક સપ્તાહ પછી એટલે કે જાન્યુઆરી માહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ફરી પાછો નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તેવા સંકેતો મળી રહયા છે અત્રે ઉલેખનીય છે કે, ગેસના ભાવમાં અચાનક આવતા તોતીંગ ભાવ વઘારાના લીધે સીરામીક ઉઘોગકારોને એક્સપોર્ટના પેન્ડીંગ ઓર્ડરમાં કરોડોની નુકસાની સહન કરવી પડે  છે આટલું જ નહીં ડોમેસ્ટીકના પેન્ડીંગ ઓર્ડરમાં પણ ખોટ ખાઈને ધંધો કરવાઓ પડે છે.

અગાઉ ગેસ કંપની દ્વારા ૩૬ દિવસના ટૂંકા ગાળામા બે વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો જેથી કરીને ટાઈલ્સની ઉત્પાદન કિંમત વધી જવાથી ઉદ્યોગકારોને નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું હતું અને આ વિકટ પરિસ્થતીમાથી સીરામીક ઉદ્યોગ હજુ તો બહાર આવ્યો નથી ત્યાં ફરીથી ગેસ કંપની દ્વારા જાન્યુયારીના પહેલા સપ્તાહમાં તોતીંગ ભાવ વઘારો કરવામા આવી રહ્યો છે એવા સમાચાર આવતા સીરામીક ઉઘોગકારો ભારે મુંજવણમા મુકાયા છે કારણકે ડોમેસ્ટીક માર્કેટમાં ટાઈલ્સનો ભાવ વઘારો કરવો ખૂબ જ મુશ્કેલ થશે તેમજ વૈશ્વિક બજારોની હરિફાઈમા ટકી રહેવું કપરું બની રહેશે એક બાજુ કંન્ટેનરના ભાડા, જીસીસીના દેશોમા એન્ટી ડંપીંગ ડ્યુટી સહિતના પ્રશ્નો હોવાથી સિરામિકની નિકાસમા ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હજુ ગેસના ભાવમાં વધારો કરવામાં આવશે એટ્લે આંતરરાષ્ટૃીય માર્કેટમા સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ વધશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

અહીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ ગેસના ભાવો વઘતા પ્રોડકશન કોસ્ટમા વઘારો થાય છે જેથી કરીને અન્ય દેશની સરખામણીમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ વધુ મોંઘી બને જેના લીધે નિકાસમા ઘટાડો થવાની પુરે પુરી શક્યતાઓ છે તેમજ મોરબી સીરામીક ઉઘોગકારો દ્વારા લેવામાં આવેલા એક્સપોર્ટના ઓર્ડર કેન્સલ થશે તેવી પણ શક્યતાને નકારી શકાય તેમ નથી અને વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ જાન્યુઆરી માહિનામાં એક નહીં પરંતુ બંને કવાર્ટરમાં ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે જેથી કરીને મોરબીમાં હાલમાં જેટલા સીરામીક પ્લાન્ટો ચાલુ છે તેમાથી કેટલાક પ્લાન્ટને બંઘ કરવાની નોબત આવશે તેમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી સાથે સાથે આ ઉદ્યોગમાં કામ કરતા લાખો લોકોની રોજીરોટીનો પણ મોટો સવાલ ઉભો થશે ત્યારે આ ઉઘોગને બચાવવા અને લાખો લોકોની રોજગારીનુ વિચારી સરકાર દ્વારા અસરકારક પગલા લેવા જોઈએ કેમ કે, અગાઉ જે ભાવ વધરો કરાયો છે તેના લીધે સિરામિક ઉદ્યોગકારોએ તેની પ્રોડક્ટના ભાવમાં જે વધારો કર્યો છે તે હજુ માર્કેટમાં એકસેપ્ટ કરવામાં આવેલ નથી ત્યારે નવો ભાવ વધારો સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે તે નિશ્ચિત છે.






Latest News