ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

ટંકારના સજનપર ગામથી નીકળતી એસટી બસ બંધ થતાં વિધાર્થીઓ હેરાન


SHARE







ટંકારના સજનપર ગામથી નીકળતી એસટી બસ બંધ થતાં વિધાર્થીઓ હેરાન 

મોરબી જિલ્લાના વાંકાનેરથી ટંકારા તાલુકાના સજ્જનપર થઈને સવારે એસટી બસ આવતી હતી જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે જો કેઅચાનક જ આ એસટીને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે ત્યારે દરરોજ શાળાએ ભણવા માટે અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક આ એસટી બસને શરૂ કરવામાં આવે તેવી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. 

ટંકારા તાલુકાના સજ્જનપર ગામના રહેવાસી અને તાલુકા પંચાયતના મહિલા સદસ્ય મનીષાબેન રાજેશભાઇ કોરડીયાએ એસટીના ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેવાંકાનેરથી સજ્જનપર થઈને એસટીની અંબાજી વાળી બસ નીકળતી હતી અને આ બસ સવારે છ વાગ્યે સજ્જનપર આવતી હોવાથી મોરબી અભ્યાસ કરવા માટે જતાં સજ્જનપર ગામના વિદ્યાર્થીઓએ તેમાં મોરબી આવતા હતા જો કેઅચાનક જ આ બેડને રદ કરી દેવામાં આવી છે. જેથી શાળાએ અપડાઉન કરતા ગામના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગયેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તાત્કાલિક સજ્જનપર ગામેથી સવારે નીકળતી એસટી બસને ફરીથી શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે.






Latest News