મોરબી જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહના કાર્યક્રમોના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી
SHARE









મોરબી જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહના કાર્યક્રમોના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાસન સપ્તાહ ની ઉજવણી સમગ્ર રાજ્યમાં તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવનાર છે. સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરી મીટીંગ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરએ જુદા જુદા વિભાગના અધિકારીઓ પાસેથી સુશાસન સપ્તાહ ઉજવણી દરમ્યાન થયેલ આયોજન વિગતો મેળવી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કોવિડ-૧૯ પ્રોટોકોલ મુજબ કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ સ્ટેજ વ્યવસ્થા, લાભાર્થીઓને કોઈ મુશ્કેલ ન પડે તે રીતે વ્યવસ્થા કરવા ઉપરાંત પીવાની પાણીની મુશ્કેલી ના પડે તે જોવા જણાવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૫-૧૨-૨૦૨૧ના રોજ વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ વિભાગ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, તા.૨૬-૧૨-૨૦૨૧ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, તા.૨૭-૧૨-૨૦૨૧ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, તા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ કૃષિ, પશુપાલન પ્રભાગ તથા ગ્રામ વિકાસ વિભાગ, તા.૨૯-૧૨-૨૦૨૧ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતી વિકાસ વિભાગ અને તા.૩૦-૧૨-૨૦૨૧ના રોજ શ્રમ અને રોજગાર વિભાગ તથા તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના વિવિધ કાર્યક્રમો રાજ્ય અને જિલ્લાકક્ષાએ યોજાનાર છે. આ સપ્તાહ દરમ્યાન રાજ્યના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનોની હાજરીમાં કાર્યક્રમો યોજાશે તેમજ વિવિધ વિભાગના વિકાસના કામોનું ખાતમૂર્હત તથા લોકાર્પણ પણ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી મિતાબેન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ડી.વાય.એસ.પી. એમ.આઈ.પઠાણ સહિત સુશાસન સપ્તાહ ઉજવણીના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
