મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

દેશના કોઈપણ નાગરિકે પોતાના ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું એ અત્યંત આવશ્યક છે. કેટલાક તહેવારો અને વિશેષ દિવસો દરમ્યાન પોતાની ભવ્ય ભારતીય સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ જતાં ભૂલકાઓ અને યુવાનોને ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવા તેમજ આ દેશની મહાન અને દિવ્ય પરંપરાઓ અને મૂલ્યો પ્રત્યે તેઓને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલય ખાતે ભારતીય સંસ્કૃતિનો ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થનાએકપાત્રી અભિનયવેશભૂષારેલીસમૂહ નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાનવયુગ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા તેમજ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને આ કાર્યક્રમમાં કૃતિઓને જજ કરવા માટે નિર્ણાયક તરીકે પારૂલબેન પટેલહર્ષાબેન પોકાર તેમજ પિન્કીબેન પારવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ વિદ્યાલયના નિલેષભાઈ આઘારા સહિતના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News