મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો
મોરબી સિવિલમાં ગાયનેક ટીમે સગર્ભા મહિલાની સર્જરી કરીને જીવ બચાવ્યો
SHARE









મોરબી સિવિલમાં ગાયનેક ટીમે સગર્ભા મહિલાની સર્જરી કરીને જીવ બચાવ્યો
મોરબી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ૩૫ વર્ષની સગર્ભા મહિલાને અસામાન્ય કહી શકાય તેવી બીમારી સામે આવી હતી અને સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાના જીવ ઉપર જોખમ હતું કેમ કે, આ મહિલાના સર્ગભાવસ્થાને ૬ મહિનાથી વધુ સમય થઇ ગયો હતો. જેથી ગાયનેકની ટીમ દ્વારા સગર્ભા મહિલાના ગર્ભાવસ્થાની સોનોગ્રાફી કરીને નિદાન કરવામાં આવ્યું હતું જેમાં ગર્ભાશયમાં બાળકનો છોડ તો બની ગયો હતો પણ બાળકનું હલન ચલન બિલકુલ ન હતું અને આ રેર કેસ હતો. જેમાં મહિલા દર્દીની તાકીદે સર્જરી કરવાની જરૂરિયાત હતી જેથી સિવિલની ગાયનેક વિભાગની ટીમના ડો.જલ્પા રાઠોડ, ડો.ભૂમિ ડકાસણીયા, ડો.નિશિત ડઢાણીયા અને એનેસ્થેસ્ટીક ડો.માકડીયાએ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો અને મોરબી સિવીલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દર મહિને ૨૫૦ જેટલી નોર્મલ ડીલીવરી કરવામાં આવે છે.
