મોરબી, માળીયા અને હળવદ તાલુકા પંચાયત કચેરી સામે શિક્ષકોએ ધારણા યોજી આવેદનપત્ર પાઠવ્યું
SHARE









મોરબી, માળીયા અને હળવદ તાલુકા પંચાયત કચેરી સામે શિક્ષકોએ ધારણા યોજી આવેદનપત્ર પાઠવ્યું
મોરબી જિલ્લાના મોરબી, માળીયા અને હળવદ તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો ટીઇએમજે શિક્ષકો દ્વારા શિક્ષણની સ્થિતિમા સુધારો લાવવા, શિક્ષણમા સારા પરિણામો મેળવવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે ત્યારે વર્ષ-૨૦૦૬ થી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે આંદોલન કરવામાં આવે છે અને અગાઉ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંશાધન મંત્રી, મુખ્યમંત્રી વિગેરેને આવેદનપત્ર આપવામા આવેલ છે ત્યાર બાદ નવેમ્બર ૨૦૨૧ ના રોજ બૌધ ગયા (બિહાર) ખાતે કારોબારીની સભામાં મળી હતી જેમાં ઠરાવ્યાનુસાર જૂની માંગણીઓ સંદર્ભે આંદોલન કાર્યક્રમ ચાલુ કરવા નિર્ણય લેવામા આવેલ છે. તે અનુસાર મોરબી જિલ્લાના માળીયા (મી), હળવદ અને મોરબી તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ધારણા કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં વિના વિલંબે જુની પેન્શન યોજનાને ચાલુ કરવી, જુદા જુદા નામથી રાજ્યોમા ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકોને નિયમિત કરવા, રાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દુર કરવી, તા.૨૭-૦૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવ્રુતિ સામે કાયમીના આદેશ થવા, ૧૦ વર્ષના બોન્ડમા ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવી, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા, બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવા, કોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા ૩૧/૧૨/૨૦૨૦ પછી મુદતમા વધારો કરવા અને અન્ય માંગણીઓનુ પણ નિરાકરણ લાવવા માટેની માંગણી કરવામાં આવેલ છે
