ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE







વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ચેમ્બર પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલનું સન્માન કરાયું 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહ (મોક્ષ કથા) માં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે ઉપસ્થિત વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અને પાટીદાર સમાજ અગ્રણી તથા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) નું સન્માન કરવામાં આવ્યું હતું. 

વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષીનાં વ્યાસાસને ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો ઉમટી રહ્યા છે, સપ્તાહમાં આવતાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, મસ્તક પર સૂંડલામાં બાળ કૃષ્ણને બેસાડી નંદબાવા કથા મંડપમાં પ્રવેશતા  કૃષ્ણ કનૈયા લાલ કી જય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નાં નાદ સાથે નંદલાલનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં, બહોળી સંખ્યામાં ઊમટેલાં મહિલાઓ ભાવવિભોર બની રાસોત્સવ સાથે નંદલાલને વધાવ્યા હતાં, શાસ્ત્રી જીએ પ્રસાદની વર્ષા કરી હતી, જ્યારે આજરોજ (શનિવારે) ગિરિરાજજીને છપ્પન ભોગ ધરાશે તથા નગરજનો દ્વારા આરતી અને દીપ યજ્ઞ કરવામાં આવશે.






Latest News