માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ભારતીય સંસ્કૃતિના જતન માટે નાતાલના દિવસે ઉજવાયો “તુલસી ડે”


SHARE













મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં ભારતીય સંસ્કૃતિના જતન માટે નાતાલના દિવસે ઉજવાયો “તુલસી ડે”

દુનિયામાં આજે ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં “તુલસી ડે” ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકોના જીવનમાં તુલસી અને ગાયનું મહત્વ સમજાવતી વિદ્યાર્થીઓ દ્વારા અદભુત પ્રદર્શની તૈયાર કરવામાં આવી હતી અને તે જોઇને વાલીઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને દરેક લોકો તેમના ઘરમાં તુલસીનો રોપ વાવે તેના માટેનો સંકલ્પ લઈને પ્રકૃતિ તેમજ પર્યાવરણનું જતન કરવા માટે સતત જાગૃત રહેતા લોકોને તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે જેથી કરીને તે ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઇ રહ્યા છે તે હક્કિત છે તેવા સમયે કોઈ પણ બાળકને જો નાનપણથી જ ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવીને તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવે તો તે ભવિષ્યમાં ક્યાં તહેવારને કેટલું મહત્વ આપવું તે બાળક જાતે જ નક્કી કરી શકે છે માટે આ ઉદેશને ખરા અર્થમાં સાર્થક કરવા મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યા મંદિર શાળા ખાતે ૨૫મી ડીસેમ્બર એટલે કે ક્રિસમસના દિવસે ક્રિસમસ ડે ની ઉજવણી કરવાના બદલે આ દિવસને “તુલસી ડે” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને છેલ્લા છ વર્ષથી આ શાળામાં તુલસી ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે તેવુ શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરરજો આપવામાં આવ્યો છે આટલું જ નહી તેનું ઔષધી તરીકે પણ ખુબ જ મહત્વ છે જો કે, લોકો તે વાસ્તવિકતા જાણતા હોવા છતાં પણ તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરતા નથી જેથી કરીને શાળા દ્વારા તુલસી ડે ની ઉજવણી કરીને લોકો તુલસી પ્રત્યે સજાગ બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે શાળામાં તુલસી વિષે લોકોને જાણવા જેવી માહિતી મળે તે માટે થઈને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અદભુત પ્રદર્શીની તૈયાર કરવામાં આવી હતી જેમાં તુલસીનું માનવીના જીવનમાં શું છે મહત્વ, દૈનિક તુલસીનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે, તુલસીનો ઉપયોગ કરી જુદીજુદી વાનગીઓ બનાવીને તે આરોગવાથી શું ફાયદા થાય છે તે સહિતની માહિતી આ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.

સામાન્ય રીતે ક્રીસ્મ્સના દિવસે જે ઝાડને રોશનીથી સજાવીને ઉજવણી કરવામાં આવે છે તેની જગ્યાએ આપણી માત એટલે કે તુલસીના રોપને સજાવામાં આવે અને તેનું પૂજન અર્ચન કરવામાં આવે અને લોકો ભારતીય સંસ્કૃતિ તરફ વળતા થાય તેમજ પશ્ચિમી સંસ્કૃતિ છોડે તે જરૂરી છે ત્યારે આ શાળા દ્વારા બાળકો સહિતનાઓને તુલસીના ગુણથી માંડીને તુલસીનું મહત્વ સરળતાથી સમજાઈ જાય તે માટે શાળામાં એક ખાસ તુલસી પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને તુલસી ડે ની ઉજવણીમાં આવેલા મહેમાનો તેમજ વાલીઓ બોલી ઉઠ્યા હતા કે, જો દરેક શાળા આવી રીતે ભારતીય સંસ્કૃતિનું જતન કરશે તો સો ટકા લોકો હાલમાં જે રોગના ભોગ બની રહ્યા છે તેની સામે રક્ષણ મળી રહેશે આટલું જ નહિ ભારતીય સંસ્કૃતિ વિષે પણ ભાવી પેઢી જાણતી થશે.

અત્રે ઉલેખનીય છે કે, ક્રિસમસની ઉજવણીમાં જે રીતે ટ્ર્રી મુકીને તેને શણગારવામાં આવે છે તેવી જ રીતે ભવિષ્યમાં લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીને શણગારીને તેનું જતન કરે તેવા ઉદેશ સાથે આ શાળા દ્વારા છેલ્લા છ વર્ષથી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરવર્ષે મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે આજે સાર્થક સ્કુલ ખાતે આવેલા લોકોને તુલસીના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને શાળામાંથી તુલસીના રોપા દેવામાં આવ્યા ત્યાર પહેલા દરેક વિદ્યાર્થી, વાલી સહિતનાઓએ તુલસીઅને પ્રકૃતિનું જતન કરવા માટેનો સંકલ્પ લીધો હતો.






Latest News