ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા  શિક્ષકના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે તેમજ શિક્ષણની સ્થિતિમા સુધારો લાવવાશિક્ષણમા સારા પરિણામો મેળવવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ તેઓના જૂના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી જેથી કરીને આવતા સોમવારે બપોરે બે કલાકે જિલ્લા પંચાયત કચેરી ખાતે ધારણા કરવાં આવશે

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાનીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હેઠળ આવતા તાલુકા સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ધરણા કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં વર્ષ-૨૦૦૬ થી જુની પેન્શન યોજના વિના વિલંબે ચાલુ કરવીજુદા જુદા નામથી રાજ્યોમા ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકોને નિયમિત કરવારાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દુર કરવીતા.૨૭-૦૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવ્રુતિ સામે કાયમીના આદેશ થવા૧૦ વર્ષના બોન્ડમા ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવીએચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવીબદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવાબદલી થયેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવાકોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા ૩૧/૧૨/૨૦૨૦ પછી મુદતમા વધારો કરવા અને અન્ય માંગણીઓનુ પણ નિરાકરણ લાવવા માટેની માંગણી કરવામાં આવેલ છે પરંતુ તેનો નિકાલ કરવામાં આવેલ નથી જેથી કરીને આવતા સોમવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા શિક્ષકના પડતર પ્રશ્નો માટે ધરણાં યોજીની આવેદનપત્ર આપવામાં આવશે 






Latest News