મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની-બિઝનેસ ટાયકુન શરૂ
SHARE
મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની-બિઝનેસ ટાયકુન શરૂ
મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં તા.૨૫ અને ૨૬ ના રોજ બે દિવસ માટે ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા માટે, વિદ્યાર્થીઓનું વૈશ્વિક જરુરીયાત મુજબ ઘડતર કરવા, વર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ વિકસાવવા, વેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનરુથાન માટે તપોવન વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ-૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સહિતના હાજર રહ્યા હતા તેમજ યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપાલિયા તેમજ તેમની ટીમ હાજર રહી હતી આ ઉપરાંત પારુલ યુનિવર્સિટી વડોદરાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દીનું માર્ગદર્શન બે દિવસ દરમિયાન આપવામાં આવશે. આ તકે ધો.૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ૧૮ સ્ટોલ ઉભા કર્યા છે અને પ્રથમ દિવસે જ ૧૭૦૦૦ જેટલા લોકોએ તપોવન વિદ્યા સંકુલની મુલાકાત લીધી હતી અને પ્રદર્શનના માધ્યમ થકી ભારતીય સંસ્કૃતિને વધુ સારી રીતે ઉજાગર કરી હતી તા.૨૬ ના રોજ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરિયા, વિશાલભાઇ ઘોડાસરા વગેરે ત્યાં હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે અને કાર્યક્રમ નિહાળશે.