મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો-શિક્ષકો કરશે જિલ્લા પંચાયત કચેરીએ ધરણાં
વાંકાનેરના ચંદ્રપુર પાસે થયેલ ૨૭ લાખની લૂંટના આરોપી હજુ પોલીસ પકડથી દૂર !
SHARE
વાંકાનેરના ચંદ્રપુર પાસે થયેલ ૨૭ લાખની લૂંટના આરોપી હજુ પોલીસ પકડથી દૂર !
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ચંદ્રપુર પાસે થોડા દિવસો પહેલા જીનના ભાગીદાર સહિત બે વ્યક્તિ જે કારમાં હતા તે કાર ઉપર બે શખ્સો દ્વારા પથ્થર મારવામાં આવ્યો હતો અને કાર રોકવામાં આવતાની સાથે જ છરી તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં કરમાથી રોકડ ૨૭ લાખ રૂપિયા ભરેલ થેલા લઈને બંને શખ્સો અંધારામાં ઓગળી ગયા હતા અને લૂંટના આ બનાવમાં જીનના ભાગીદારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે તેમ છતાં આજ સુધી લૂંટ કરીને નાશી ગયેલા બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે
મોરબી જીલ્લાના વાંકાનર તાલુકામાં ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામ ના કારખાના ભાગીદાર માથકિયા ઈસુબભાઈ રહીમભાઈ (૩૮) પોતાની કાર લઇને ગત તા.૨૦ ના રોજ વાંકાનેર નજીકના ચંદ્રપુર પાસે આવેલા તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા તેની કાર ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા ઈસુબભાઈ નામના યુવાન કારના કાચ વાગ્યા હતા તેમજ લૂંટ કરવા આવેલા શખ્સો પૈકીનાં એકે તેને તીક્ષ્ણ હથિયાર પણ ઝીકવામાં આવ્યું હતું જેથી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આરોપીઓ ફરિયાદી યુવાનની કારમાથી રોકડા ૨૭ લાખ રૂપિયાની લૂંટી કરીને નાશી ગયા હતા જો કે, જે તે સમયે જિલ્લામાં નાકાબંધી પણ કરવામાં આવી હતી તો પણ આજ દિવસ દિવસ સુધીમાં ૨૭ લાખની લૂંટની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા બન્ને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેથી કરીને હાલમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને યુસુફભાઈ રહીમભાઈ માથકીયાને માર મારીને લૂંટ કરીને નાશી ગયેલા બે અજાણ્યા આશરે ૨૫ થી ૩૫ વર્ષના શખ્સ કોણ હતા તે પોલીસ પણે આજે પણ યક્ષ સવાલ છે