વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રદ્ધાપાર્ક નજીકથી પોલીસે આઠ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો, એક ફરાર..!


SHARE







મોરબીમાં શ્રદ્ધાપાર્ક નજીકથી પોલીસે આઠ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો, એક ફરાર..!

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધાપાર્ક તરફ જવાના રસ્તે આવેલી નીલકંઠ સોસાયટી નજીકથી એક ઈસમને વિદેશી દારૂના આઠ બોટલો સાથે ઝડપી લીધો હતો.જ્યારે પોલીસને જોઇને એક ઇસમ ભાગી છૂટી હોય તેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ શહેરના નવલખી રોડ ઉપર શ્રદ્ધાપાર્ક જવાના રસ્તે ગઇકાલે સાડા ચારેક વાગ્યે રાઉન્ડમાં હતો તે વખતે ત્યાં આવેલી નીલકંઠ સોસાયટી નજીકથી નીકળેલા દિલીપ ઉર્ફે ભદો નટવર અમરશી સારલા જાતે કોળી (૨૧) ધંધો.મજૂરી રહે.નવલખી રોડ નીલકંઠ સોસાયટી વાળાને અટકાવીને તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી વિદેશી દારૂની આઠ બોટલો મળી આવી હતી. જેથી રૂપિયા ત્રણ હજારની કિંમતના દારૂના જથ્થા સાથે સ્થળ ઉપરથી દિલીપ નેટવર સારલા નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે પોલીસને જોઈને સ્થળ ઉપરથી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુ રૂદાતલા જાતે કોળી રહે.નવલખી રોડ નીલકંઠ સોસાયટી વાળો ભાગી છૂટયો હોય બંને વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ભાગી છૂટેલા અલ્પેશ કોળીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના જાંબુડીયા ગામે રહેતો મનોજ ગોરધનભાઈ દધૈયા નામનો ૨૭ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીકથી જતો હતો ત્યાં તેને અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીમાં રહેતો વિપુલ ડાયાભાઈ કુંવરીયા નામનો ત્રીસ વર્ષનો યુવાન ઘરેથી બાઈકમાં બહાર જતો હતો ત્યારે રસ્તામાં બાઈક રણછોડનગર પાસે સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત વિપુલ કુંવરીયાને સારવારમાં ખસેડાયો હતો.




Latest News