ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતનાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર કટિબદ્ધ અને પ્રતિબદ્ધ: બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબી સહિત ગુજરાતનાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર કટિબદ્ધ અને પ્રતિબદ્ધ: બ્રિજેશભાઇ મેરજા

મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ ખાતે આજે રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેના એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા તેની સાથોસાથ સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે લાભાર્થીઓને સહાય વિતરણ કરવાની હતી તેમને પણ સહાય આપવામાં આવી હતી અને આ તકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોની સુખાકારીમાં વધારો થાય અને વધુમાં વધુ સારી સુવિધા મળે તે પ્રકારની કામગીરી કરવા માટે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે

૨૫ ડિસેમ્બર દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર હાલમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી શહેર વિસ્તારની અંદર બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેઓના એલોટમેન્ટ લેટરના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવાના થતા હોય તેઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ ઇ-શ્રમિક કાર્ડ સહિતની યોજનાઓ છે તેનો લાભ પણ લાભાર્થીને મળે તેના માટેના કાર્ડનું વિતરણ પણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું

ત્યારે લોકોને સંબોધન કરતાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાજણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે થઈને સતત વિકાસ લક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઇને સરકાર કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઇ દેસાઇ સહિતના પાલિકાના ચેરમેનો, પાલિકાના સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદેદારો, કલેક્ટર, ડીડીઓ  સહિતના અધિકારીઓએ અને કર્મચારી હાજર રહ્યા હતા






Latest News