મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સાયક્લોથોન રેલી યોજાઇ
SHARE
મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સાયક્લોથોન રેલી યોજાઇ
ગુજરાત સરકારના ગુડ ગવર્નન્સ સપ્તાહ ઉજવણી અને ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાતના ઉપક્રમે આજે મોરબીમાં સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજયકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ત્યાં હાજર રહ્યા હતા અને લીલી ઝંડી આપી સાયક્લોથોન રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું ત્યારે જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન હીરાભાઈ ટમારિયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરસરા, સુરેશભાઇ સીરોહિયા, દિનેશભાઇ સખનપરા, તેમજ કલેક્ટર, ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં સાયકલવીરો ઉપસ્થિત રહેલ હતા