મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સાયક્લોથોન રેલી યોજાઇ
મોરબીના ગુંગણ ગામે ટીસીમાં શોટ લાગતા આધેડનું મોત
SHARE
મોરબીના ગુંગણ ગામે ટીસીમાં શોટ લાગતા આધેડનું મોત
મોરબી તાલુકાના ગુંગણ ગામે ગામના પાદરમાં ટીસીમાં ડીયો બાંધતા સમયે વિજશોટ લાગતા આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુંગણ ગામના પાટિયા પાસે ટીસીમાં ડીયો બાંધતા સમયે ઈલેક્ટ્રીક શોટ લાગવાથી ગોવિંદભાઈ વિસાભાઈ મિયાત્રા (ઉંમર વર્ષ ૬૫) રહે.નાગડાવાસ તા.જી.મોરબીનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.બનાવને પગલે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તબીબ દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ બનાવ અંગે આગળની તજવીજ હાથ ધરી છે.જાણવા મળતી વિગતો મુજબ મૃતક ગોવિંદભાઈ મિયાત્રા વીજ કર્મચારી ન હતા પરંતુ બાજુમાં આવેલા નાગડાવાસ ગામના હતા અને તેઓ ગુંગણ ગામે ટીસી બાંધી રહ્યા હતા ત્યારે ઉપરોકત ગોજારો બનાવ બન્યો હતો જેને પગલે તેમનું મોત નિપજ્યું હતું.
યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રિયા ગોલ્ડ સીરામીક નજીક રહેતો નયન રમેશભાઈ ચાવડા નામનો ૨૬ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપરના જાંબુડીયા ગામ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત નયન ચાવડાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જાંબુડીયા ગામે રહેતા વિજય ગોવિંદભાઇ ચાવડા નામના ૨૨ વર્ષીય યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. તે રીતે જ મોરબી નજીકના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા કાનજીભાઈ વજુભાઈ પડયાણી નામનો ૩૧ વર્ષીય યુવાન ઘરેથી સ્કુલ તરફ બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં રિક્ષા ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત કાનજીભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.