મોરબીની જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને ઝડપી પડ્યો
SHARE
મોરબીની જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કેદીને ઝડપી પડ્યો
તાજેતરમા પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ અને રેલ્વે ગુજરાત રાજ્યા ગાંધીનગરનાઓ તરફથી પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીને પકડી પાડવા અંગે ડ્રાઇવ રાખેલ જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાએ ફરાર આરોપીને પકડી પાડવા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજામે સૂચના આપી હતી જેના આધારે ટિમ તપાસ કરી રહી હતી ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલના કાચા કામના કેદી નાનજીભાઇ સોમાભાઈ જીંજુવાડીયા જાતે કોળી (ઉ.૫૦) રહે. જુની જોગડ તાલુકો હળવદ વાળો તા.૧૮-૦૮ થી મોરબી સબ જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર હોય મજૂર આરોપીને હકીકત આધારે તા.૨૬-૧૨ ના રોજ જુની જોગડ ગામથી મળી આવતા હસ્તગત કરી જરૂરી કાર્યવાહી કરી મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે.