મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં લોહીનું ઉલ્ટી થવાથી યુવાનનું અને ટીબીની સારવારમાં મહિલાનું મોત


SHARE









અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં લોહીનું ઉલ્ટી થવાથી યુવાનનું અને ટીબીની સારવારમાં મહિલાનું મોત

મોરબીમાં આવેલ જન કલ્યાણનગરમાં રહેતા યુવાનને ગળાનું કેન્સર હોય તે ઘરે હતો ત્યારે તેને લોહીની ઉલટી થઈ હતી ત્યારબાદ તે યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે મોરબીના શોભેસ્વર રોડ ઉપર રહેતી મહિલાને ટીબીની બીમારી સબબ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું આ બંને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કુળદેવી પાનની પાછળના ભાગમાં આવેલ જન કલ્યાણનગર બ્લોક નંબર 64 માં રહેતા સંજયભાઈ રામજતનભાઈ ઉપાધ્યાય (47) નામના યુવાનને ગળાનું કેન્સર હતું અને તે ઘરે હતો ત્યારે તેને લોહીની ઉલટી થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ જીતેન્દ્રભાઈ રામજતનભાઈ ઉપાધ્યાય (48) રહે. વાવડી રોડ ધરમનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ નજીક આવેલ ચિંતન વિદ્યાલયની બાજુમાં રહેતા કોમલબેન દેવશીભાઈ ચંદ્રાવડીયા (32) નામની મહિલાને ટીબીની બીમારી હોય  બીમારીના લીધે તેની તબિયત ખરાબ થતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું છે જેથી આ બનાવની મૃતક મહિલાના પતિ દેવશીભાઈ રણમલભાઈ ચંદ્રાવડીયા (41) રહે. હાલ શોભેશ્વર રોડ ચિંતન વિદ્યાલયની બાજુમાં મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News