મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઠપકો આપવા ગયેલા યુવાનને બે શખ્સોએ કુહાડી બતાવીને આપી માર મારવાની ધમકી


SHARE









મોરબીમાં ઠપકો આપવા ગયેલા યુવાનને બે શખ્સોએ કુહાડી બતાવીને આપી માર મારવાની ધમકી

મોરબીમાં રહેતા યુવાનની ભત્રીજીને હેરાન પરેશાન કરતા શખ્સને ઠપકો આપવા ગયેલા યુવાનને કુહાડી બતાવીને ડરાવીને લાકડી વડે માર મારવાની ધમકી આપી હતી તેમજ સાહેદને ફોન ઉપર ઝઘડો કરવાની ધમકી આપી હતી અને યુવાનને ફોન ઉપાડ તેની ભત્રીજી વિશે ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયા નગર કાલિકા ટ્રાવેલ્સની પાછળના ભાગમાં રહેતા નવીનભાઈ વિનોદભાઈ મકવાણા (23)એ હાલમાં ધવલ પરમાર અને ગૌતમભાઈ પરમારની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ ધવલ પરમારને અગાઉ પોતાની ભત્રીજીને હેરાન પરેશાન ન કરવા માટે થઈને કહ્યું હતું અને ત્યારબાદ આરોપીએ સાહેદના મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ઝઘડો કરવાની ધમકી આપી હતી અને ફરિયાદીને કુહાડી બતાવીને ડરાવીને લાકડી વડે માર મારવાની ધમકી આપી હતી જ્યારે ગૌતમભાઈએ ફરિયાદીને તેની ભત્રીજી વિશે ફોન ઉપર ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News