મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું


SHARE







ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું

ભીલવાડાથી ગૌમાતા ના સંરક્ષણ અને તેને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાના પવિત્ર સંકલ્પ સાથે 12 જ્યોતિર્લિંગની અને ચાર ધામ પદયાત્રા પર શક્તિસિંહ નીકળેલ છે અને તેઓ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં પહોચ્યા હતા ત્યારે ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભીલવાડાથી શક્તિસિંહ પદયાત્રાએ નીકળ્યા છે તે આશરે 17 હજાર કિલોમીટરની છે અને ખાસ કરીને દેશભરમાં ગૌ સંરક્ષણ અને ગૌમાતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ સાથે યુવાને યાત્રા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 715 માં દિવસે તેઓ સોમનાથ અને દ્વારિકા દર્શન કરી લીધા છે અને હવે તેઓ જૈન જઇ રહ્યા છે તેવામાં હળવદ ખાતે શક્તિસિંહ પહોચ્યા હતા ત્યારે વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું હળવદ ખાતે સ્થાનિક આગેવાનો, ગૌભક્તો અને યુવાઓ દ્વારા શક્તિસિંહનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ શક્તિસિંહના આ પવિત્ર અભિયાનને બિરદાવ્યું હતું અને તેમની હિંમત તથા સમર્પણની પ્રશંસા કરી હતી.






Latest News