મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી


SHARE









મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ૨ સરકારી કચેરીના ૪૮ કર્મચારી અને ૧ ઇન્ડસ્ટ્રીઝમાં ૯૭ માણસોને ફાયર પ્રિવેન્સનની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને વધુ પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૨ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને મોરબી મહાનગરપાલિકા હસ્તકની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તાજેતરમાં એલ. ઇ. કોલેજ, બોય્ઝ હોસ્ટેલ ગ્રાઉન્ડ, કેસરાગ સામે, મોરબી ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે ઓછામાં ઓછા સમયમાં આગ પર કાબૂ મેળવવાની ટેકનિકલ કુશળતા ચકાસવાનો હતો. આ કાર્યક્રમના અંતે વિજેતા ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેવી માહિતી અધિકારીએ આપેલ છે.




Latest News